કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ, લાંબા વરસાદી વિરામ બાદ ફરીથી ધીમીધારે વરસાદ
Porabandar City, Porbandar | Sep 14, 2025
કુતિયાણા શહેર અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે બપોરના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી છે.. કુતિયાણા શહેર ઉપરાંત તાલુકાના હામદપરા, હેલાંબેલી, ધ્રુવાળા, ગોકરણ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ લાંબા વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે.. ત્યારે વરસાદને લઈને હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.