તળાજા: તળાજામાં ફરજ દરમિયાન નશાની હાલતમાં થાંભલો ચઢી ન શકતા અધિકારીઓએ પોલીસને સોંપ્યો
: ભાવનગર જિલ્લાના તળાજામાં પીજીવીસીએલના એક કર્મચારીને ફરજ દરમિયાન કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ, પીજીવીસીએલ તળાજા સબ ડિવિઝનમાં ફરજ બજાવતા એન્જિનિયર ખીલનભાઈ હારિતકુમાર જોષીને લાઇન ઇન્સ્પેક્ટર વિનુભાઈ દિહોરાએ જાણ કરી હતી કે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ પ્રશાંતભાઈ વિજયભાઈ ત્રિવેદી નશાની હાલતમાં હોવાથી વીજ થાંભલો ચઢી શકતા નથી. આ માહિતી મળતાં અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં પ્રશાંતભાઈ ત્રિવેદી નશાની હા