પ્રોહીબેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને તિલકનગરમાંથી ઝડપી લેતી પેરોલ ફ્લો સ્કવોર્ડ
Bhavnagar City, Bhavnagar | Sep 16, 2025
ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે બે વર્ષથી ફરાર એવા ઈંગ્લિશ દારૂના ગુનાના આરોપી કાળુ ઉર્ફે અજય જયંતિભાઈ પરમાર, જે મૂળ તિલકનગર, ભાવનગરનો રહેવાસી છે, તે આગથળા, બનાસકાંઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો જેને પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે તિલકનગર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.