તળાજા: તળાજા CHC ખાતે રાષ્ટ્રીય પોલિયો અભિયાનનો પ્રારંભ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે બાળકને પીવડાવ્યા પોલિયોના બે ટીપાં
ભાવનગર જિલ્લાના તળાજા ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (NID) પોલિયો રાઉન્ડ અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પોલિયો બૂથનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તળાજા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાઠોડે પણ બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનમાં સહભાગીતા નોંધાવી હતી. કાર્યક્રમમાં રમેશભાઈ, પાતાભાઈ દોરાળા, અશોકભાઈ સગર, પરેશભાઈ ર