દાંતા: શક્તિપીઠ અંબાજી ખાતે માઈ ભક્ત દ્વારા 13 લાખ નું સોનું અંબાજી મંદિરમાં ભેટ ધર્યું.
શક્તિપીઠ અંબાજી ખાતે એક માઈ ભક્ત દ્વારા 13 લાખનું સોનુ મા અંબાના ચરણોમાં ભેટ ધર્યું.આજે બપોરે ચાર કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે અંબાજી મંદિર ખાતે એક માઇ ભક્તે પોતાની ઓળખાણ ગુપ્ત રાખી 13,00,000ની કિંમતનું 100 ગ્રામ સોનુ મા અંબા ના ચરણોમાં ભેટ ધર્યું હતું. જ્યારે મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં આ ભક્ત પાસેથી દાન સ્વીકારવામાં આવ્યું હતું.