હાલોલ ટાઉન પોલીસ મથકે આજે શુક્રવારના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત ની અધ્યક્ષતામા લોકદરબાર યોજાયો હતો.યોજાયેલ લોકદરબાર માં હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજા સહિત પોલીસ કર્મીઓ તેમજ હાલોલ નગર પાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઇ,હાલોલ રીક્ષા એશોશિએશન,હાલોલ કરિયાણા એશોશિએશન નગર ના અગ્રણીઓ, હાલોલ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ તેમજ પંચમહાલ જિલ્લા વિશ્વહિન્દુ પરિષદ સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા