કંડલા વિસ્તારમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.બેફામ ઝડપે આવતી ટ્રકે એકટીવામાં સવાર પિતા-પુત્રને અડફેટે લેતાં પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું,જ્યારે પુત્રને ટ્રક દોઢ કિલોમીટર સુધી ઢસેડી ગયો હતો,જેમાં તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સહિત ફરાર થઈ ગયો છે.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.