શહેરા: સદનપુર ગામે જય અંબે ગરબા મહોત્સવમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગરબે ઘૂમી માઁ ની આરાધના કરી હતી
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સદનપુર ગામના અંબે માઁ ના મંદિરના પ્રાંગણમાં સદનપુર ગામ સહિત આસપાસના વિસ્તારના નાના બાળકોથી લઈ મોટીવયના લોકોએ અને ખાસ કરીને મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.આ ગરબામાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકોએ જોડાઈને મનમુકીને ગરબે ઘૂમી માઁ ની આરાધના કરી હતી.