આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ પોશીના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સુભાષીની યાદવ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત, પૂર્વ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી નઈમબેગ મિર્ઝા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.