બોલિવૂડમાં મોડલ બનવા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઈચ્છાએ સગીરા મુંબઈ પોહચી ગઈ હતી.ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા પરિવારની સગીરા ઘરેથી કહ્યા વિના ચાલી ગઈ હતી.સગીરા નહીં મળી આવતા પરિવારે ઇચ્છાપોર પોલીસ મથકનો સંપર્ક કર્યો.તપાસ દરમ્યાન સગીરા મુંબઈના મહારાષ્ટ્ર ખાતે હોવાની પૃષ્ટિ થઈ હતી.મહારાષ્ટ્ર મુંબઈ થી સગીરાએ માતા પિતાને કોલ કરતા QR સ્કેનર ના આધારે પોલીસે શોધી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું.જ્યાં આગળની કાર્યવાહી ઇચ્છાપોર પોલીસે હાથ ધરી.