સુરત શહેર પોલીસે તેના 'નો ડ્રગ્સ' અભિયાન હેઠળ વધુ એક મોટી સફળતા મેળવી છે.ક્રાઈમ બ્રાંચની ટીમે ઓલપાડથી જહાંગીરપુરા તરફ ઉતરતા બ્રિજના નાકા પાસેથી એક લક્ઝરી સ્કોડા સુપર્બ કારને આંતરીને તેમાંથી ૧૩૭.૩૧૦ ગ્રામ ચરસના જથ્થા સાથે ત્રણ યુવકોને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ચરસની કિંમત આશરે રૂપિયા ૩૪,૩૨૭ જેટલી થાય છે.પોલીસે ઓલપાડથી જહાંગીરપુરા તરફ આવતા બ્રિજના નાકા, ગેલેક્સી રોયલ બંગ્લોઝની સામે વોચ ગોઠવી હતી.