ગોધરા: શહેરના અબ્દુલ્લાહએ વડોદરા ખાતે કરાટેમાં બે ગોલ્ડ મેડલ જીત્યા
વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત ઓપન,ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં ગોધરાના છ વર્ષીય અબ્દુલ્લા સુફિયાન દુર્વેશે બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તેના શાનદાર પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું , છ વર્ષની વય જૂથની કરાટે સ્પર્ધામાં અબ્દુલ્લાએ આસામના એક મજબૂત ખેલાડી સામે જબરદસ્ત મુકાબલામાં વિજય મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ ચેમ્પિયનશિપમાં તેણે કુલ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા.