મોરવા હડફના વંદેલી પોસ્ટ ફળિયામાં રહેતા જીગ્નેશભાઈ દામા અને તેમના બે કાકાના છોકરાઓ તા.26.9.25 ના રોજ રાત્રે દસ વાગ્યાના અરસામાં પોતાની સ્પ્લેન્ડર પ્લસ બાઇક લઈને સુલિયાત ગામે ગરબા જોવા માટે ગયા હતા અને પરત ઘરે જવાના સમયે બાઇક મળી આવેલ ન હતુ જેથી મહેન્દ્રસિંહ દામાએ આજે તા.17 ઓક્ટોબર શુક્રવારના રોજ સાંજે 5.45 કલાકે મોરવા હડફ પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોધાવતા પોલીસે બાઇક ચોરીની ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે