જૂનાગઢ: આર્ટ ઓફ લિવિંગ દ્વારા સોરઠીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આર્ટ ઓફ લિવિંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર મહારાજન ના આશિર્વચન થી માનવ અભિગમ દાખવવા સોરઠીયા પ્રજાપતિ સમાજની વાડી જોશીપુરા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દિવાળીના પર્વમાં સિવિલ હોસ્પિટલ ખાતે રક્તની કમી થઈ હોય છે ત્યારે અકસ્માતના કેસ, સગર્ભા મહિલાઓ, તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને રક્તની કમી ન રહે તેને લઈ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.