રાપર: વાગડ ફરી લોહિયાળ બન્યું,રાપરના ત્રંબૌ ગામે યુવાનની ઘાતકી હત્યા નિપજાવતા પંથકમાં ચકચાર મચી
Rapar, Kutch | Oct 28, 2025 વાગડ વિસ્તારના રાપર તાલુકાના નવા ત્રંબૌ ગામમાં ગત મોડી રાતે 9.30 ના અરસામાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે.થોડાક દિવસો પહેલા જ રાપર તાલુકાના ધાડધ્રો ગામના યુવાનની તેના કોટુંબિક કાકાએ અંજારના ટપ્પર ગામે હત્યા કરીને ત્રંબૌ રોડ ઉપર ફેંકી ગયા હતા ત્યારે ફરી યુવકની કરપીણ હત્યા નો મામલો સામે આવતા ચકચાર મચી હતી. ધનસુખ નારણ ડોડીયા નામના યુવાનની નવા ત્રંબૌ ગામની બહાર રોડ ઉપર હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.