વ્યારા: વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારના ઈસમ સાથે 2 લાખ 57 હજારની ઓનલાઈન ઠગાઈ થઈ.
Vyara, Tapi | Sep 24, 2025 વ્યારા શહેરના સ્ટેશન રોડ વિસ્તારના ઈસમ સાથે 2 લાખ 57 હજારની ઓનલાઈન ઠગાઈ થઈ.તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3.30 કલાકે મળતી વિગત મુજબ સ્ટેશન રોડ વિસ્તારના ફરિયાદી સલીમખાન પઠાણ નો મોબાઈલ ફોન હેક કરી તેમના અલગ અલગ બેંક ખાતા માંથી તેમની જાણ બહાર 2 લાખ 57 હજારની ઠગાઈ કરવામાં આવતા પોલીસે સાયબર ક્રાઈમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.