દસાડા: તાલુકા કક્ષાની યોગાશનની ઇવેન્ટમાં કામલપુરની શાળાનો વિદ્યાર્થી ઝળકયો
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગુજરાત રાજ્ય દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભ અંતર્ગત પાટડી ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની યોગાશન ઇવેન્ટમાં દસાડા તાલુકાની કામલપુર પ્રાથમિક શાળાના ફકીર અકબરશા નામના વિદ્યાર્થીએ પ્રથમ નંબર મેળવી અને તાલુકામાં એક આગવું સ્થાન મેળવ્યું હતું આ તકે શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને ગામના સરપંચ દ્વારા બાળકની પ્રશંશા કરવામાં આવી હતી અને અભિનંદન પણ પાઠવ્યા હતા.