ગાંધીધામ નેક્ષા શોરૂમ પાસે આવેલ પુલ ઉપર આજે સવારે અકસ્માત સર્જાયો હતો. બોલેરો ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ જતાં ઘટના સ્થળે ભારે અવાજ સાથે હાહાકાર મચી ગયો હતો. અકસ્માત બાદ બોલેરોનું આગળનું ભાગ ગંભીર રીતે નુકસાન પામ્યું હતું, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.