જૂનાગઢ તાલુકાના બીલખા ગામે આવેલ નાગ્રેચાવાડીથી બસ સ્ટેશનને જોડતો મુખ્ય પુલ વરસાદી પુર દરમિયાન સંપૂર્ણ રીતે બંધ જેવો બની ગયો હતો. પુલ પરથી પાણી ફરી વળતા વાહનવ્યવહાર તેમજ રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આ બાબતે ગ્રામજનો દ્વારા પંચાયત સમક્ષ તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી લઈને આજે કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.