હળવદ: હળવદમાં પત્ની સાથે વોટ્સએપમાં વાત કરનાર શખ્સને ઠપકો આપતા પતિ ઉપર હુમલો....
Halvad, Morbi | Sep 22, 2025 હળવદ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા યુવાનની પત્ની સાથે વોટ્સએપમાં વાતો કરનાર યુવકને પરિણીતાના પતિએ ઠપકો આપતા આ બનાવના રોમિયોગીરી કરનાર શખ્સનું ઉપરાણું લઈને આવેલા ચાર શખ્સોએ પરિણીતાના પતિને સમાધાન માટે બોલાવી બેફામ માર મારતા વચ્ચે છોડાવવા પડેલા યુવકના ભાઈ તેમજ અન્ય એક વ્યક્તિ સહિત ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ચકચારી બનાવમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.