લીંબડી ના ઊંટડી પુલ પર આવેલા CNG પંપે કારમાં CNG બોટલની નિયત ક્ષમતા કરતા વધુ ગેસ આવતા કાર માલિક સંજયભાઈ કમેઝળીયા રહે ઊંટડી વાળા એ પ્રતિક્રિયા આપી હતી અને આધાર પુરાવા સાથે પુરવઠા અધિકારી ને લેખિત ફરિયાદ કરી હતી તો સામે પંપ ના મેનેજર ટીંબલીયા અલીભાઇ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે શિયાળામાં ઘણીવાર ઓવર પ્રેસર હોય તો કિલો બે કિલો ગેસ નુ વેરિયેશન આવતું હોય છે તો આવુ બનવા ની સંભાવના રહેલી છે.