હાલોલ વડોદરા હાઇવે પર આસોજ નજીક તા.15 જાન્યુઆરીના રોજ પેસેન્જર ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ઇકો કારમાં સવાર નવ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકીના પિતાએ ઇકો કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.