ખંભાત તાલુકા પંચાયતોની 26 બેઠકો ઉપર નવું રોટેશન જાહેર કરતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.જેમાં ખંભાત તાલુકા પંચાયતમાં કુલ 26 બેઠકો છે. જેમાં 2 બેઠક અનુસૂચિત જાતિ, 1 બેઠક અનુસૂચિત જનજાતિ, 7 બેઠકો પછાત વર્ગ, 16 બેઠકો સામાન્ય માટે ફાળવાઈ છે. જેમાંથી પછાત વર્ગની 4 અને સામાન્ય માંથી 8 બેઠકો મળીને કુલ 11 બેઠકો મહિલા માટે અનામત ફાળવાઈ છે.