ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. ઉમલ્લા પોલીસ મથકના પી.આઈ. વાઘેલા દ્વારા પતંગ અને દોરાના વેપારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રતિબંધિત વસ્તુઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આ બેઠક દરમિયાન પી આઈ કે.એમ વાઘેલા નાઓએ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચાઈનીઝ દોરી (નાયલોન દોરી) અને ચાઈનીઝ તુક્કલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.જો કોઈ વેપારી આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા ઝડપાશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી.