શહેરા તાલુકાના વાંટાવછોડા ગામના પગી ફળીયામાં રહેતા પ્રતાપભાઈ શિવાભાઈ પગી પોતાના ભાઈ-ભાભી અને પુત્ર અરુણને ખેતી અને જમીન બાબતે ગાળો બોલતો હોવાથી પુત્ર એ ગાળો બોલવાની ના પાડી હતી,તેમ છતાં પિતા ગાળો બોલતા હોવાથી ઉશ્કેરાયેલા પુત્ર એ કુહાડી વડે પિતા પર હુમલો કર્યો હતો,જેને લઈને પ્રતાપભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓનું મોત થયું હતું.