મોરબી: મોરબી શૈક્ષિક મહાસંઘે ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કલેક્ટરને આવેદન પાઠવ્યું
Morvi, Morbi | Sep 15, 2025 અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આજે તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટરને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપાયું હતું. સંગઠન દ્વારા તા.1 સપ્ટેમ્બરના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી છે...