આણંદ ઉમરેઠ રોડ ઉપર આવેલા લિંગડા ગામ નજીક સોમવાર સાડા પાંચ વાગ્યાના આસપાસના સમયે કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેણીને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ અંગે ઉમરેઠ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.બાઈક ચાલક ઉમરેઠ તાલુકાના ભાલેજ નજીક આવેલ તાડપુરામાં રહેતા હતા.