આણંદ શહેર: કલેકટર કચેરીએ પહોંચી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ રજૂઆત કરી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાન્ત મહામંત્રી પરેશભાઈ પટેલ,જિલ્લા અધ્યક્ષ નરેન્દ્રસિંહજી મહિડા,સંગઠન મંત્રી વિનોદસિંહ જાદવ,માધ્યમિક ,અધ્યક્ષ મંત્રી, આણંદ ,આંકલાવ,બોરસદ,પેટલાદ,ખંભાત સોજીત્રા, તારાપુર ઉમરેઠના અધ્યક્ષઓ સાથે જવાબદાર કાર્યકર્તા ઓ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા ભેગા મળી કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.