પેટલાદ: પોરડા સરકારી પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન ના રૂમમાંથી ગેસની બોટલોની ચોરી
Petlad, Anand | Nov 8, 2025 પેટલાદ તાલુકાના પોરડા સરકારી પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનના લોખંડના દરવાજાનો નકુચો કોઈ અજાણ્યા ઈસમોએ કોઇ સાધન વડે તોડી રૂમમાં પ્રવેશી એચ.પી. કંપનીના એલ.પી.જી. ગેસના બોટલ નંગ ૦૨ જે પૈકી એક એ લ.પી.જી. ગેસના બોટલની કિંમત રૂપિયા .૫,૦૦૦ ના એલ. પી.જી. ગેસના બોટલની ચોરી કરી નાસી ગયાનો બનાવ બનવા પામ્યો છે.આ અંગે પોરડા પ્રાથમીક શાળામાં મધ્યાહ્ન ભોજન સંચાલીકા સુખીબેન અરવિંદભાઈ પરમારે મહેળાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.