દહેગામ: દહેગામ ખાતે ભાજપ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
દહેગામ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અપર્ણ કરાઈ હતી. વધુમાં સ્વદેશી અભિયાનને જીવંત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાદી નેશન ફોર નેશનના સૂત્ર દ્વારા ખાદીનું મહત્વ સમજાવ્યું હતું અને ખાદીની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, મહામંત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા.