માંડવી તાલુકાના બાયઠના 26 વર્ષીય યુવાન રામજી કાનજી મહેશ્વરીએ દોરડાંથી ફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. ગઢશીશા પોલીસ મથકે મૃતક રામજીના કાકા મૂળજીભાઇ માણશી મહેશ્વરીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમના ભત્રીજા રામજીએ કોઇ અગમ્ય કારણોસર તા. 14-12ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના વાડામાં આવેલાં કપાસનાં ગોદામમાં દોરડાંથી પોતાની રીતે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી. માહિતી સાંજે 7 કલાકે