મેંદરડા: મેંદરડાના આલીધ્રા ખાતે ‘‘વિકાસ સપ્તાહ’’ ની ઉજવણી અંતર્ગત રાત્રી સભાનું આયોજન કરાયું
ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જન ભાગીદારીને જોડીને "વિકાસ સપ્તાહ" ની ઉજવણી અંતર્ગત મેંદરડા તાલુકાના આલીધ્રા ગામ ખાતે રાત્રી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મરે અધ્યક્ષીય પ્રવચન આપતા જણાવ્યું કે, આજે સરકાર ગામને આંગણે આવી લોકોને વિવિધ સરકારી યોજનાઓના લાભો આપી રહી છે. સરકાર દ્વારા ખેડૂતોને મળતા ધિરાણના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.