ધોળકા ટાઉન પોલીસે ધોળકા ખાતે ખારાકુવા વિસ્તારમાં બી. પી. દાવડા સ્કૂલ પાછળ તા. 07/12/2025, રવિવારે સાંજે રેડ પાડી એક રીક્ષા માંથી નશાકારક કફ સીરપની કુલ બોટલ નંગ- 349 મળી કુલ રૂ. 2,14,433 ના મુદ્દામાલ સાથે રીક્ષા માલિક આરોપીને ઝડપી પાડી NDPS અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.