શહેરા: 1962 પહેલાંથી ખેતી હેઠળ રહેલી જંગલની જમીન કાયદેસર કરવા બામરોલી ગામના સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
વર્ષ 1962 પહેલાંથી ખેતી હેઠળ રહેલી જંગલની જમીન કાયદેસર કરવા બામરોલી ગામના સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું,જેમાં જણાવ્યું છેકે બામરોલીની હદમાં આવેલ જંગલ જમીન વર્ષ 1962 પહેલાંથી અમારા દાદાશ્રીના કબજામાં છે અને તે જમીન પર સતત ખેતી ચાલી રહી છે.અને કાયદેસર રેગ્યુલાઈઝ કરવામાં આવે તેવો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે.ડાયાભાઈ માનાભાઈ વણકરે માહિતી આપી હતી.