વલ્લભીપુર: તાલુકાના જલાલપર ગામે 5 કલાકની જહેમત બાદ યુવતીનો મૃતદેહ મળ્યો
ગત તારીખ 9 ઓક્ટોમ્બર 2025 ના રોજ અગમ્ય કારણોસર યુવતી કૂવામાં પડી જતાં ગામના સરપંચ દીપકભાઈ સોલંકી દ્વારા બોટાદ, અને વલ્લભીપુર ની ફાયર ટીમ બોલાવી શોધખોળ હાથ ધરી હતી , ઘટનાની જાણ થતાં તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ , વલ્લભીપુર મામલતદાર, સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા 5 કલાકની મહેનત બાદ અનુંબેનનો મૃતદેહ મળી આવ્યો હતો, મૃત દેહને પી.એમ અર્થે વલ્લભીપુર ખસેડવામાં આવ્યો હતો.