આજે તા.25.11.25 ના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે થયેલા ધ્વજારોહણ નિમિત્તે ભાવનગરના કાળા નાળા રામજી મંદિર ખાતે વિશેષ આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. સ્થળ પર ધાર્મિક ભાવના સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યાં અને પ્રસાદ રૂપે પેડાનું વિતરણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન કારસેવક કિશોર ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મળીને આ પાવન પ્રસંગની ઉજવણી કરી હતી.