વડોદરા દક્ષિણ: અટલાદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયુ
શહેરના અટલાદરા વિસ્તારમાં પાણીની ટાંકી નજીક પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા હજારો લિટર શુદ્ધ પાણીનો વ્યય થયો છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિક રહેવાસી રાકેશ ઠાકોરના જણાવ્યા અનુસાર, પાણીની લાઈન તૂટતા પાણી એટલા જોરથી બહાર આવી રહ્યું હતું કે જાણે ધરતીમાંથી પાણીનો ધોધ નીકળતો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. આ ભંગાણના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું.