ગોધરા: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બેંક ઓફ બરોડા વચ્ચે કરાર,શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે સેલેરી એકાઉન્ટ ખોલવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના હજારો સરકારી શિક્ષકો અને કર્મચારીઓના નાણાકીય હિતોને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને બેંક ઓફ બરોડા ક્ષેત્રીય કાર્યાલય ગોધરા વચ્ચે સરકારી કર્મચારી અને શિક્ષકોના પગાર ખાતા અંગે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ, બેંક ઓફ બરોડા દ્વારા સરકારી કર્મચારીઓને અનેક વિધ વિશિષ્ટ લાભોથી સજ્જ સેલરી એકાઉન્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે.