પુર્વ કચ્છમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે પુર્વ કચ્છ પોલીસની કડક કાર્યવાહી ચાલું છે. જેમાં માથાભારે કેટલાક ઈસમો દ્વારા સરકારી જમીન પર કરેલા દબાણો તોડી પાડાયા છે. રાપર તાલુકાના સોમાણીવાંઢમાં રહેતા દેવશીભાઈ સોમાણી એ ગેરકાયદે વીજ કનેકશન લીધું હોવાથી પીજીવીસીએલ દ્વારા ૧૦ હજારનો દંડ અપાયો હતો. આ તરફ સાંય ગામના ભરતભાઈ કોલીનું ગેરકાયદે વીજ કનેકશન કાપી પ હજારનો દંડ અપાયો હતો. રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે લીધેલું વીજ કનેકશન કાપી દેવાયા