શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ ક૨તા ઇસમો ઝડપી પાડવા આપેલ સૂચના અંતર્ગત ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું..રાપર તાલુકાના આડેસર રાપર અને ગાગોદર પોલીસ મથક વિસ્તારમાંથી 7 શખ્સોને હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી હથિયારો કબ્જે કરી જાહેરનામાભંગ ના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે .