ઉર્જા સંરક્ષણ માસની ઉજવણીના ભાગરૂપે પીજીવીસીએલ ગાંધીધામ વિભાગીય કચેરી દ્વારા રેલીનું આયોજન કરેલ હતું. સદર રેલી ગાંધીધામ પેટા-વિભાગીય કચેરી, ગાયત્રી મંદિરથી ગાંધી માર્કેટ સુધી નીકળેલ હતી. રેલીમાં જાહેર જનતાને ઉર્જા બચત, ઊર્જા સંરક્ષણ, વિજ સલામતી, સૌર્ય ઉર્જા વિષયે જાગૃત કરવા સમજણ આપવામાં આવી હતી. તથા સુત્રોચ્ચાર સાથે પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.