ખંભાત શહેર પોલીસ ટીમે ખંભાત શહેરના લાલ દરવાજા સર્કલ પાસે આવેલ 'બોબી પાન પાર્લર' માં દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન મળી આવ્યા હતા. પોલીસે આ મામલે દુકાનદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરના લાલ દરવાજા વાલ્મીકવાસ ખાતે રહેતા હરીશભાઈ ઉર્ફે બોબી પોપટલાલ વાલ્મીક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.