રાજકોટ નજીક આવેલ આણંદપર (નવાગામ) થી રંગીલા જવાના માર્ગ પર એક રિક્ષા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા છકડો રિક્ષા નદીના પટમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, આણંદપર (નવાગામ) થી રંગીલા ગામ તરફ જવાના નદીવાળા રસ્તેથી પસાર થઈ રહેલી એક છકડો રિક્ષા અચાનક કોઈ અગમ્ય કારણોસર રસ્તા પરથી ફંગોળાઈ હતી અને સીધી નદીમાં ખાબકી હતી. રસ્તો સાંકડો હોવાથી અથવા વળાંક પર કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.