કાલાવાડ: બામણ ગામે ૧૦૦ વર્ષીય વૃદ્ધનું કૂવામાં પડી જતા મૃત્યુ નીપજયુ
જામનગરના કાલાવડ પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, કાલાવડ તાલુકાના બામણ ગામ ખાતે રહેતા માધાભાઈ નાગજીભાઈ મારકણા નામના 100 વર્ષીય વૃદ્ધ અકસ્માતે કુવામાં પડી ગયા હતા, પાણીમાં ડૂબી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબઓએ તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું.