ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સરકાર દ્વારા ૧ થી ૧૫મી નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,જેના ભાગરૂપે મોરવાહડફ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓની બેઠક મળી હતી.