લાઠી: લાઠી પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ‘ગુડ ટચ’ અને ‘બેડ ટચ’ અંગે જાગૃતિ કાર્યક્રમનું કરાયું આયોજન
Lathi, Amreli | Nov 11, 2025 લાઠી પોલીસ મથક દ્વારા “Mission Smile” અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ અધિકારીઓએ નાનાં બાળકોને સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શ વિશે સરળ ભાષામાં સમજ આપી. બાળકોને પોતાના રક્ષણ માટે જરૂરી પગલાં, કોઈ અપ્રિય પરિસ્થિતિમાં શું કરવું અને કોની મદદ લેવી – તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.