જૂનાગઢ: ગોરક્ષનાથ શિખર ખાતે કરેલ કૃત્યમાં પૂજારી અને સેવકની ધરપકડ મામલે શેરનાથબાપુ નું નિવેદન
ગોરખનાથ શિખર ખાતે ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી અને મંદિરમાં તોડફોડ કરી અને નાટક રચનાર પૂજારી કિશોર અને સેવક રમેશ ભટ્ટની ધરપકડ બાદ ભવનાથમાં આવેલા ગોરખનાથ આશ્રમના મહંત શ્રીનાથ બાપુ ની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે પોલીસની કામગીરીને બિરદાવી છે અને આ ઘટનાને નીંદનીય ગણાવી છે.