વિસનગર શહેરના નૂતન સ્કૂલ પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યરત વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકનું ૨૦૨૫ મોડેલનું કિંમતી બુલેટ એક શખ્સે સળગાવી દેતા ચકચાર મચી ગઈ છે. અગાઉ આ કેન્દ્રમાં સારવાર લઈ ચૂકેલા રવી પટેલ નામના શખ્સે, તેને પરાણે કેન્દ્રમાં રાખવામાં આવ્યો હોવાનો ખાર રાખી પેટ્રોલ નળી તોડી આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુલેટને મોટું નુકસાન પહોંચ્યું હતું. વિસનગર શહેર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે