દસાડા તાલુકાના ખેરવા ગામ પાસે બે દિવસ આગાઉ ઇકો કાર અને બ્રેઝા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મળતી વિગતો મુજબ સોહિલભાઈ અને શબ્બીરભાઈ નામના બે વ્યક્તિઓ સુરેન્દ્રનગર ખાતે જઈ રહ્યા હતા તે અરસામાં ખેરવા પાસે ઝેઝરી તરફથી આવતી એક બ્રેઝા કારે ટક્કર મારી હતી જેમાં ઇકો કાર પલ્ટી જતા તેમાં બેઠેલા બે વ્યક્તિઓ પૈકી સોહિલભાઈ નામના વ્યક્તિને હાથના ભાગે ઇજા પહોંચેલ હોય જેની સારવાર બાદ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી હતી.