દિયોદર: ગોલવીના શિક્ષકની બદલીનો હુકમ રાજ્ય સરકારે રદ કરતા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ આવકર્યોને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો
દિવાળી વેકેશન પૂર્વે દિયોદર તાલુકા ના શિક્ષક ની બદલી રાજકીય રીતે થતા ગોલવી ગ્રામજનોએ તાળા બંધી કરી હતી અને દિયોદર પ્રાંત બનાસકાંઠા કલેકટરને તેમજ મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગમાં ભારે રજૂઆતો થયેલ જે રાજ્ય સરકારે ગ્રાહ્ય રાખી શિક્ષક ની બદલી ઉપર આજે રોક લગાવી મૂળ પરત જગ્યાએ મુકતા આંદોલન કારી ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી અને રાજકીય પ્રેરિત બદલી હતી જે સરકારે ધ્યાને લઈ હકીકત મુજબ મૂળ જગ્યે પરત મુક્ત આભાર વ્યક્ત કર્યો હતો